બુધવારની બપોરે - 40

  • 4.1k
  • 3
  • 1.1k

વાઇફોને ઉલ્લુ બનાવવી કિફાયત પડે છે, (એ આપણી નૅશનલ હૉબી પણ છે!) પણ આપણા પોતા-પોતીઓ (ગ્રાન્ડ-ચિલ્ડ્રન)ને ઉલ્લુ બનાવવામાં ભરાઇ જવાય છે. આપણો વાંકે ય નથી. આપણને ગોરધન (હસબન્ડ) બને હજી ૩૫-૪૦ વર્ષ માંડ થયા હોય....એટલી ટૂંકી નૉટિસમાં તો માણસ કેટલું ખેંચી શકે? પણ દાદા કે નાના બનવાનો ગાળો તો માંડ આઠ-દસ વર્ષ ચાલે છે. પછી તો એ લોકો મોટા થઇ જાય છે અને વાઇફની જેમ એ લોકોને ઉલ્લુ બનાવી શકાતા નથી.