64 સમરહિલ - 36

(203)
  • 10k
  • 8
  • 6.1k

એ દેહાતી ઓરતના પતિએ ધીમા, ગભરાયેલા અવાજે જે કંઈ કહ્યું એથી પરિહારના ચહેરા પર કારમી સ્તબ્ધતા અંકાઈ ગઈ. તેની વાતમાં અવિશ્વાસ કરવાનું કોઈ કારણ ન હતું. તેણે કહ્યું એટલે બીજા ય એક-બે યાત્રાળુઓએ હામી ભરી હતી. પરિહારે ઘડીભર આંખ મીંચીને મનોમન એ કેફિયત પ્રમાણેનું દૃશ્ય મંદિરની પરસાળમાં ભજવાતું કલ્પી લીધું.