પારદર્શી - 5

(39)
  • 2.7k
  • 4
  • 1.7k

પારદર્શી-5 સમ્યકનાં મનમાં રહેલા ઘણાં સવાલોનાં આજે સમાધાન થાય એમ હતા.એના પપ્પા આજે લગભગ એક મહિના પછી ફરી દેખાયા હતા.સમ્યક કંઇ બોલી શકે એ પહેલા જ રમેશભાઇ બોલ્યાં “ વાહ દિકરા!!આ સિદ્ધીમાં તું તો ઘણો આગળ નીકળી ગયો.એટલે જ હવે આ પ્રવાહી તારા માટે લઇ આવ્યોં.” એમણે ટેબલ પર પડેલી એ ખાલી બોટલ તરફ ઇશારો કર્યોં.પણ એ પ્રવાહી કરતા સમ્યકનાં મનમાં તરતા કેટલાય સવાલો મહત્વનાં હતા એટલે એણે પુછયું “પપ્પા, તમે ફરી કયાં ચાલ્યાં ગયા હતા? મારે તમારી ઘણી જરૂર છે.”“દિકરા, તારા માટે જ તિબેટમાં મારા ગુરુ પાસે ગયેલો.”“તમે તો આ વિદ્યા