ઓપરેશન પુકાર - 1

(118)
  • 16.4k
  • 20
  • 13.9k

દિલ્હીની ફાઇવસ્ટાર હોટલમાં અત્યારે મેજર સોમદત્ત અને કદમ બેઠા હતા. કદમને સમજાતું ન હતું કે સર ક્યારેય હાઇફાઇ હોટલમાં જતા નથી. શોખની વાત તો એક બાજુ રહી પણ ક્યારેય મોટા ઓફિસરની પાર્ટી હોય તો પણ લગભગ તેઓ જવાનું ટાળતા હોય છે. “સર...મને આજ એકદમ આશ્ચર્ય થાય છે.” “કેમ...? એવું તું શું થયું ? પાકિસ્તાને આઝાદ કાશ્મીરને ભારતને સોંપી દીધું...?” સોમદત્ત હસ્યા.