સમુદ્રાન્તિકે - 5

(105)
  • 13.8k
  • 7
  • 7.9k

અશ્વ લઈને આવેલો માણસ કવાર્ટર્સના ઓટલા પાસે રોકાઈ ગયો. સરવણ અંદર જઈને પાણી લઈ આવ્યો પછી પેલો માણસ ઓટલા પર, પરસાળમાં આવ્યો. ધાર પર ઊભા રહીને તેણે પોતાનું મોં ધોયું પછી ઊંચેથી રેડીને પાણી પીધું અને બોલ્યો, ‘નારણ, આ મોટે બંદરેથી ઘોડો લઈને આવ્યો છું.’ ‘આવો, બેસો,’ મેં કહ્યું. તે ઘોડો લઈને આવ્યો છે તેવું શા માટે કહેવું પડ્યું તે મને ન સમજાયું.