ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 4

(257)
  • 24.3k
  • 20
  • 12.1k

પંદર-સતર દિવસ પહેલાંની ઘટના. સિવિલ હોસ્પિટલ. બી.જે. મેડિકલ કોલેજના પેથોલોજી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. તરંગ કદમના પરિવારમાં અમંગળ ઘટનાની એંધાણી ત્રાટકી. પતિ-પત્નિ, બે દીકરીઓ અને વૃધ્ધ માતા ઘેરી નિદ્રાના પ્રગાઢ આશ્ર્લેશમાં પોઢેલા હતા ત્યારે ડો. તરંગભાઇને લાગ્યું કે એમના દેહના ડાબા ભાગમાં કશુંક થઇ રહ્યું છે. જાણે શરીરમાંથી ચૈતન્ય વિદાય લઇ રહ્યું છે! એમણે ચીસ પાડીને પત્નીને જગાડવાનો પ્રયાસ કર્યો. સફળતા ન મળી. ઊભા થવાની કોશિશ કરી. તકલીફ પડી. જમણા ભાગના સહારે માંડ માંડ લડખડતા ઊભા તો થયા ગળામાંથી લપસતો-સરકતો મંદ સ્વર નીકળ્યો: “મીના.....!”