ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 2

(345)
  • 31.1k
  • 15
  • 25.1k

અશોકભાઇ હરખાભાઇ સોલંકી. ભાવનગર જીલ્લાનુ એક નાનું ગામ. સાવ ગામડું પણ ન કહેવાય. પિથલપુર તાલુકો.આજથી બાર વર્ષ પહેલાં અશોકની ઉંમર એકવીસ જ વર્ષ હતી ત્યારે એના લગ્ન લેવાયા. રમા નામની યુવતી ઊમંગોનુ પાનેતર પહેરીને એના ઘરમાં આવી. સપનાના વાવેતર શરૂ થયા. કોઇ પણ પતિ-પત્નિનું સૌથી ખૂબસુરત સ્વપ્ન શું હોઇ શકે? ઉતર સહેલો છે. એક અથવા બે સુંદર સંતાનોની મમ્મી-પપ્પા બનવાનું.