કોલેજના દિવસો કંઇક અલગ જ હતા. મોજ મસ્તી તો હતી જ પણ તેના રંગમાં ભંગ પણ હતો. આ રંગનો ભંગ તો કોલેજની કેન્ટિન,ગ્રાઉન્ડ ના બાકડા પર અને એ કોલેજીયન મિજાજી મિત્રો માં જ જોવા મળે. આજે આકાશનો કૉલેજમાં પ્રથમ દિવસ હતો. જ્યારે તેણે પોતાની જાતનો પ્રથમ વાર પોતાના ક્લાસમાં પરિચય આપ્યો ત્યારે આકાશની નજર નીચું જુકેલી , પોતાના વિચારોમાં ખોવાયેલી અર્પિતા પર પડી. તેની માંજરી આંખોની નિખાલસતા, સદાબહાર નિરંતર શરમાળ હાસ્ય, ગાલ પર પડેલા એ ખાડા અને સુંદરતામાં ઉમેરો કરતા જેમ સફેદ ચાંદનીમાં કાળા ડાઘ હોય તેમ