જન્મદિવસ આજે ફરી કંઈક અર્થ વાળો લાગ્યો જ્યારે આપેલું જીવન જીવવા માટે ની તક મળી .આમ તો કંઈક કેટલી એ ગિફ્ટસ મળતી હોય છે પણ આજ નો આ દિવસ કદાચ ખેવના માટે બહુ જ ખાસ હતો ખેવના તો નિહાર ને ફરી પામવા ની આશા છોડી બેઠી હતી પણ આજ ફરી એક નવી ખેવના બંધાઈ. ખેવનાની ખુશી નો આજ કોઈ પાર નહોતો એને ખુશી ના માર્યા આંખ માં પાણી આવી જાય છે અને એ નિહાર ને એકદમ થી ગળે લગાવી લે છે જાણે નાના બાળક ને પોતાની ગમતી વસ્તુ બહુ રડ્યા અને જીદ કર્યા પછી મળી જાય છે. બધા રાત્રે જન્મદિવસ