રણમાં ખીલ્યું ગુલાબ - 25

(418)
  • 32.5k
  • 49
  • 12.3k

તાજેતરમાં જ હું સાત દિવસ માટે સમેત શિખરજી જઇ આવ્યો. તળેટીમાં પાંચસો કરોડના ખર્ચે નિર્માણ પામેલું અદભૂત સંકુલ. એક જ જિનાલયમાં એક સાથે ચોવીસેય તીર્થંકર પરમાત્માઓના જિનબિંબો. મકરાણાનો શુધ્ધતમ શુભ્રતમ આરસ. પર્યૂષણ પર્વ સંપન્ન થઇ ગયા પછી લગભગ શૂન્ય બની ગયેલી શ્રીવકોની હાજરી. માત્ર આર્ચય ભગવંતશ્રી અને એમનો શિષ્ય સમુદાય. આટલું એકાંત, આટલી શાંતિ મેં મારા છ દાયકાની જિંદગીમાં કદિયે અનુભવી નથી. પહેલીવાર મારી જાત સાથે વાત કરવાનો મને સમય મળ્યો. અને કેટલીયે સત્ય ઘટનાઓ મળી.