બુધવારની બપોરે - 24

(23)
  • 3.2k
  • 4
  • 1.1k

- ઍક્યૂઝ મી.....પરવીણભ’ઇ ક્યાં બેસે છે? - ઍક્યુઝ મી નહિ....ઍક્સક્યૂઝ મી બોલાય... - હા, ઍક્સક્યૂઝ મી....પ્રવીણભ’ઇ ક્યાં બેસે છે? - ખુરશી ઉપર....આ બૅન્કમાં જમીન પર બેસીને કામ કરવાની સીસ્ટમ શરૂ થઇ નથી. - ઓહ સૉરી....મારો મતલબ કે આ બૅન્કમાં પરવીણભ’ઇ ક્યાં અને ક્યા ખાતામાં બેસે છે? - હું પણ સૉરી....આટલી મોટી બ્રાન્ચ ઑફિસમાં મિનિમમ ૧૮-પરવીણભ’ઇઓ છે...એમાંના તમારે ક્યા ને મળવું છે?