યા મેરે બાવા મેરે માલિક યાદ રખ્ખ

  • 2.6k
  • 725

યા મેરે બાવા મેરે માલિક, યાદ રખ્ખ..! ટાઈટલ વાંચીને મદારી યાદ આવી ગયો ને..? યાદ આવે છે, મદારીના સમયમાં વાંદરીઓ પણ કેટલી હોંશિયાર હતી..? મદારી કહે એમ જ કરતી, પોતાનું ધારેલું નહિ..! ડુગડુગી જ વગાડવાની, એટલે એટેન્શઅઅઅન...! વાત જાણે એમ છે કે, અમુક નેતા હવે શોધેલા જડતાં નથી. કોણે કયા પક્ષના આધારકાર્ડ લીધાં, એના કોઈ વાવડ નથી. એમ મદારી પણ મહોલ્લામાંથી ગાયબ થઇ ગયાં..! ને એનો સાથી પરિવાર પણ ગાયબ...! જેમ કે, ભોજલું, વાંદરું, ચકલી, રીંછ, સાપ, સાપોલીયું, ઢોલક, બીન ને પેલો જંબુરો..! હજી એની ગુંજ કાનમાં ગુંજે છે, “ યા