મધુલતાબેન અને ધનસુખલાલનો સુખી પરિવાર. પાણી માંગો તો દૂધ હાજર થાય એટલી સંપત્તિ. ધનસુખલાલનો કાપડનો મોટા પાયે ઉદ્યોગ અને મધુલતાબેન કુશળ ગૃહિણી અને સમાજ સેવિકા. પરિવારમાં આ દંપતિ સિવાય ધનસુખલાલના માતા કેશુબેન અને બે પુત્રો અભિનવ અને અભિગમ. મોટો પુત્ર અભિનવ અને તેનાથી સાત વર્ષ નાનો અભિગમ. અભિગમનો જન્મ થયો એ પહેલા મધુલતાબહેનને દીકરીની અપેક્ષા હતી પરંતુ ભગવાનની ઈચ્છા સમજીને તેમણે પુત્રને વધાવી લીધો હતો. ધનસુખલાલનો વેપાર દિવસે ન વધે એટલો રાતે વધે અને રાતે ન વધે એટલો દિવસે વધે. આટ આટલી વ્યસ્તતા છતાં તે ઘર ની જવાબદારી ખૂબ જ નિષ્ઠાથી નિભાવતા. ઘરમાં તેમજ કાર્યસ્થળે શિસ્તતાના આગ્રહી. કોઈ પણ કાર્ય