જાણે-અજાણે (4)

(87)
  • 6.9k
  • 8
  • 3.8k

           રોહનનો છેલ્લો મેસેજ નિયતિને દિલમાં ઘા કરી ગયો. રોહન પ્રત્યેનો દરેક રોષ તેનાં મનમાંથી નીકળી ગયો. અને એક સુંદર મુસ્કાન તેનાં ચહેરાને ચમકાવા લાગી. એટલી હદ સુધી પોતાની ભૂલ દેખાયી કે નિયતિનાં આંખમાંથી આંસુ નિકળી આવ્યાં. હવે માફી માંગવી જરૂરી હતી એટલે નિયતિ પહેલી વાર હસતાં મુખે એક છેલ્લો મેસેજ લખવાનું શરૂ કર્યું " રોહન, તારી દરેક વાત પર મને ભરોસો છે. તું તો કદાચ તારાં સ્વભાવ પ્રમાણે વર્તતો હતો પણ મને જ સમજવામાં ભૂલ થઈ ગઈ. જે વ્યક્તિ છોકરીની અને મહીલાની સમાજમાં કોઇ ઈજ્જત સમજતો હોય તે કોઇ વખત કોઇને હાની ના પહોચાડી શકે.