કાબુલી ચણાની ચટપટી વાનગીઓ

(20)
  • 9.7k
  • 5
  • 2.6k

કાબુલી ચણાની ચટપટી વાનગીઓ સંકલન- મિતલ ઠક્કર આપણે જાત-જાતના કઠોળ ખાઇએ છીએ. જેમાં એક મનભાવતું કઠોળ એટલે ચણા. કાબુલી ચણામાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. સૂકવેલા કાબુલી ચણા સહેલાઇથી મળતાં હોવાથી તેની જાત-જાતની વાનગીઓ બનાવી શકીએ છે. ધોઇને આખી રાત પલાળેલા કાબુલી ચણામાંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય. પલાળેલા ચણાને ફ્રીજમાં સાચવીને રાખીને જ્યારે ઉપયોગમાં લેવા હોય ત્યારે લઇ શકાય છે. સૂકા ચણા વર્ષો સુધી બગડતાં નથી. પલાળીને બાફેલા કાબુલી ચણામાંથી અનેક વાનગીઓ બનાવી શકાય. તો અનેક વાનગીઓમાં તેને ઉમેરી વધારાનો સ્વાદ માણી શકાય છે. કહેવાય છે કે ઘોડો ચણા ખાય છે એટલે જ તેના પગ આટલા મજબૂત હોય