બુધવારની બપોરે - 17

(22)
  • 3.3k
  • 7
  • 1.2k

શહેરના ભરચક ટ્રાફિક વચ્ચે છુટો પડેલો આખલો આખા ટ્રાફિકને નડતો હોય, એમ મારો તૂટેલો ખભો રોજની મારી તમામ ઍક્ટિવિટીઓને ખુલ્લેઆમ નડી રહ્યો છે. એક જ અથવા એકલે હાથે તો માણસ કેટલું પહોંચી વળે? ફાવે ય કેટલું? જીવનસંગ્રામમાં એકલે હાથે ફાઇટ આપવાની ફિશીયારીઓ કવિઓ બહુ મારે છે, પણ તૂટેલા ખભે ભ’ઇ.....એક હાઇકૂ તો લખી જો! સાલી ખંજવાળ આવતી હોય તો બાજુમાં ઊભેલાને લાચારીથી આપણો પાટો બતાવીને રીક્વેસ્ટ કરવી પડે કે, ‘‘સર-જી, જરા અહીં પેટ પાસે થોડું ખણી આપશો....? ઇફ યૂ ડૉ’ન્ટ માઇન્ડ...!’’ એ તો પેલો સજ્જન હોય તો ખંજવાળી આપે, પણ બધા સજ્જન સ્માર્ટ નથી હોતા. ચોક્કસ ક્યાં ખણવાનું છે, એ લૉકેશન સમજાવતા સુધીમાં તો એણે ૩-૪ નવા વિસ્તારો ખોતરી કાઢ્યા હોય!