છેલ્લા બે મહિનાથી પડતી સખત ગરમીનો જાણે હવે અંત થવાનો હતો....સવારના ધીમા ઝરમરતા વરસાદ ના છાંટાએ રસ્તાઓની માટીને ભીંજવી દીધી....ભીના રસ્તાઓ પરના વૃક્ષો વરસાદને લીધે ધોવાઈને લીલાંછમ થઈ ગયા અને ફૂલો પર પાણીના બિંદુઓ ઉપસી આવ્યા....આખો દિવસ વરસીને હજી પણ જાણે વાદળો થાક્યા ન હતા....રાતના દસ વાગ્યા પણ આકાશ હજી કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું....ગર્જના કરતા વાદળો ને ચમકારા કરતી વીજળી....વરસાદ ની ફિકર કર્યા વિના રસ્તાઓ પર દોડતા વાહનો....ઠંડો સડસડતો ઉડતો ભીનો પવન.....પહેલા વરસાદ ના આ વાતાવરણ ને પળભર શાંતિથી માણવાની કોઈ પાસે ફુરસદ જ ક્યાં હતી....બધા તો એકબીજાથી આગળ વધવાની દોડ માં આ કુદરતને અને એની સુંદરતા ભૂલી જ