ભૂલ - 5

(201)
  • 10.7k
  • 16
  • 7.6k

કંચન વિનોદ પ્રત્યે જે રૂક્ષ વર્તન દાખવતી હતી, એ બદલ ક્યારેક ક્યારેક તેનું મન કચવાતું હતું. અપરાધ બોધની ભાવના તેના પર છવાઈ જતી હતી. પરંતુ મધુકર ઊર્ફે ભગતની પ્રેમજાળમાં તે એટલી આંધળીભીંત થઈ ગઈ હતી કે અંતર મનના અવાજનું તેને માટે જાણે કે કોઈ જ મહત્વ નહોતું રહ્યું. મધુકરની દાનત સારી નથી એવું તેને રહી રહીને લાગતું હતું. પરંતુ તેમ છતાં યે તે મધુકરને નફરત નહોતી કરી શકી અને કદાચ કરે, તો પણ કેવી રીત કરે? લાલચ અને આંધળા પ્રેમથી એની વિવેક શક્તિ હણાઈ ગઈ હતી.