દર્શન દ્યો ઘનશ્યામ નાથ.....!

  • 2k
  • 716

દર્શન દ્યો ઘનશ્યામ મુરારી...! ગમે એવી બ્રાન્ડેડ કે ઈમ્પોર્ટેડ અગરબત્તીના ધૂપ કરો ને..? ભગવાન છે, પીગળવાના હોય તો જ પીગળે. એટલે તો એ ભગવાન છે, નહિ તો ભગવાનભાઈ નહિ હોય..? અંતર્યામી છે યાર..! એને બધી ખબર પડે કે, અંધારામાં જે મીણબતી નહિ સળગાવે, એ અમસ્તો અગરબતીના ધુમાડા કાઢે..? જેની ભાવના જ ઠેર ઠેર સળગાવવાની હોય, એ ચાખી ચાખીને બોરના ગોડાઉન ભરે ભલે તો પણ શબરી નહિ બને. સુપર માર્કેટનો માલ થોડો છે, કે કીમત ને ડિસ્કાઉન્ટ જોયું એટલે ઉપાડી લેવાનું..!