ભૂલ - 4

(205)
  • 11.2k
  • 17
  • 7.4k

કંચનની હેન્ડબેગ આંચકી જનાર જે બદમાશને પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા એનું નામ દિલાવર હતું. દિલાવર બ્લેક કોબ્રા ગેંગનો એક ખૂબ જ નીડર અને બાહોશ સભ્ય હતો. ઈચ્છા ન હોવા છતાં ય ભગત ઉર્ફે મધુકરને તેનું ખૂન કરવું પડ્યું હતું. જી, હા...દિલાવરનું ખૂન એણે જ કર્યું હતું. દિલાવરે બ્લેક કોબ્રા ગેંગ માટે કેટલાય જોખમી કામો સફળતાપૂર્વક કર્યા હતા અને પોલીસને તેની ગંધ સુદ્ધાં નહોતી આવી. પરંતુ કોઈકે સાચું જ કહ્યું છે કે મદારીનું મૃત્યુ સાપના ડંખથી જ થાય છે! માણસ જે માધ્યમથી ઊંચો આવે છે, એ જ માધ્યમથી નીચે પડકાય છે! માણસનું મોત એણે દોરેલી સીમા રેખામાં જ થાય છે!