અનહોની. અ હોરર સ્ટોરી

(172)
  • 11k
  • 15
  • 3.2k

અનહોની. આનંદ બ્રહ્મભટ્ટનું એમ.બી.બી.એસ. આ વર્ષે જ પુરું થયું હતું. હવે તે ડોકટર બની ગયો હતો. નવાં ડોકટરોએ તેમની શરૂઆતનાં ત્રણ વર્ષ કોઇ અંતરીયાળ ગામડામાં રહીને ડોકટરી પ્રેકટીશ કરવી પડે એવો નિયમ હતો. જો કોઇને આ નિયમ ન પાળવો હોય તો પાંચ લાખ રૂપિયા દંડ તરીકે ભરીને આ નિયમમાંથી છટકી શકાતું હતું. ગરીબ પરિવારમાં જન્મેલા આનંદ માટે તો પાંચ લાખ જેવી રકમ એકઠી કરવી કલ્પનાતીત હતું. આમપણ તે ગામડાંનો છોરું હતો, એટલે સહેજપણ ખચકાટ વગર તેણે શહેરથી અંતરીયાળ ગામડામાં પ્રેકટીશ કરવાનું હસતા મોંએ સ્વિકારી લીધું. ઝાંઝરવાડ ગામમાં તેનું પોસ્ટિંગ થયું. જુનાગઢથી લગભગ વીસેક કી.મી. દુર ઝાંઝરવાડ ગીરનાં નયનરમ્ય