64 સમરહિલ - 4

(261)
  • 19.3k
  • 6
  • 11.9k

'અહીં બીજું કંઈ ખાસ અત્યારે મળતું નથી એટલે આ ખાઈ લીધા વગર તારો આરો નથી...' બાથરૂમમાંથી એ બહાર આવ્યો ત્યારે તેની સામે ટુવાલ ધરતાં એ આદમીએ કહ્યું, 'ડબલ આમલેટ ખાઈને જરાક તાજો થા પછી આપણે ઘણી વાતો કરવાની છે...' ટુવાલના છેડાથી મોં લૂછવાનો ડોળ કરીને છપ્પને ચહેરા પરનો ગભરાટ ઢાંકી દીધો. ત્રાંસી આંખે ફરીથી તેણે ઓરડાનું નીરિક્ષણ કર્યું. તેણે ઊઠાવેલી મૂર્તિ ખુરસીના પાયાના ટેકે આડી પડી હતી અને મૂર્તિમાંથી ઝાંખીપાંખી ઉપસતી સ્ત્રીની આકૃતિ તેની સામે બિહામણું સ્મિત વેરી રહી હતી.