64 સમરહિલ - 3

(352)
  • 20.2k
  • 8
  • 16.8k

તેની બંધ આંખોની ભીતર ઘેનભર્યો ઓથાર થડકાઈ રહ્યો હતો. ઘડીકમાં કોઈક મુછ્છડ આદમી તેના લમણે ગન તાકીને ઊભેલો દેખાતો હતો. ઘડીકમાં એ મૂર્તિની રેખાઓમાંથી સજીવન થયેલી ઓરત છુટ્ટા વાળ ઘૂમરાવીને તેની સામે વિકરાળ ચહેરે અટ્ટહાસ્ય રેલાવતી હતી. બાવળ-બોરડીના ઝાડી-ઝાંખરા વચ્ચે છોલાતા શરીરે એ ભાગવા પ્રયાસ કરતો હતો અને કમબખ્ત આખો રસ્તો જ જાણે ભોંયમાં ઉતરી રહ્યો હોય તેમ ઊંડો ને ઊંડો જતો રહેતો હતો.