ભૂલ - 3

(199)
  • 10.6k
  • 5
  • 9.2k

વિનોદ સાંજે ઘરે આવ્યો ત્યારે એના ચહેરા પર ચમક પથરાયેલી હતી. એ વ્યાજે આઠ હજાર રૂપિયાની વ્યવસ્થા કરીને આવ્યો હતો. એ ધારત તો લેણીયાતોને બારોબાર જ રકમ ચૂકવીને આવી શકે તેમ હતો, પરંતુ કંચનના હાથેથી ચૂકવણું કરવાનું તેને વધુ યોગ્ય લાગ્યું હતું. આઠ હજાર રૂપિયા ચૂકવતી વખતે તે બચાવ્યા હોત તો કેટલું સારૂ થાત, એવો આભાસ કદાચ કંચનને કરાવવા માગતો હતો. ‘કાલે હું ચૂકવી આવીશ!’ કંચને પૈસાને સાચવીને કબાટમાં મૂકતાં કહ્યું.