કર્ણલોક - 3

(78)
  • 8.8k
  • 2
  • 6.7k

ચાલ્યો જ ગયો હોત. નંદુને મળવા પણ રોકાયો ન હોત. બસ થેલી લઈને ચાલતા થવાની વાર હતી પરંતુ ઊભો હતો ત્યાંથી પાછા ફરી જવાની ક્ષણે જ મેં પીળા મકાનના ચોકમાંથી જાળી વટાવીને આવતી દુર્ગાને જોઈ. ગઈ રાતે તેને અલપ-ઝલપ જોયેલી. આજે સવારે તે કંઈક જુદી જ લાગી. ઊઘડતા ગુલાબી રંગના ફ્રોકમાં સજ્જ દુર્ગાને જોતાં જ હું અવાક બનીને જોઈ રહ્યો.