કર્ણલોક - 2

(85)
  • 11.8k
  • 1
  • 9.4k

મામાના ઘરનો ત્યાગ કરવાના મારા નિર્ણયને મેં ભાગી જવાના નિર્ણય તરીકે ક્યારેય સ્વીકાર્યો નથી. બાર-તેર વરસની ઉમ્મરે પણ મને લાગેલું કે એ તો મેં અભિનિષ્ક્રમણ કર્યું કહેવાય. ઘર છોડતી વખતે મને જે ભાવ અનુભવાતો હતો તેમાં હીણપતની લાગણી ક્યાંય નહોતી. એવું ન હોત તો તે બપોરે ટ્રેનમાં ચડી જવા સિવાય મેં કંઈ કર્યું ન હોત પણ સ્ટેશને દાખલ થતાં અગાઉ ગાડીની ટિકિટ લીધી હતી, મુંબઈની. મુંબઈ જવું નહોતું. ક્યાં જઈશ, તે ખબર નહોતી. મામા સ્ટેશને તપાસ કરે તો મને મુંબઈ ગયેલો માને એટલું બસ હતું.