ભૂલ - 2

(231)
  • 12.1k
  • 21
  • 11.9k

બીજે દિવસે સવારથી જ વિનોદ ઘાણીના બળદની જેમ કામે લાગી ગયો. સવારના સાત વાગ્યાની રાતના દસ વાગ્યા સુધી તેને ફૂરસદ નહોતી મળવાની. સાડા છ વાગ્યે જ એ નામું કરવા માટે નીકળી ગયો. ત્યાંથી સાડા દસ વાગ્યે બેંકે જવા માટે રવાના થઈ ગયો અને સાંજે સાડા પાંચે આવીને પાછો સાડા છ વાગ્યે નામું કરવા માટે ચાલ્યો જવાનો હતો. જે પતિ સાથે પોતે દગાબાજી રમે છે, એ કેટલી તનતોડ મહેનક કરે છે, તે કંચન પોતાની સગી આંખે જોતી હતી. ગુજરાન ચલાવવા માટે એ પોતાની જાત ઘસી નાંખતો હતો. કંચનનું અંતર મન આ હકીકત જાણતું હતું. પરંતુ એના વિવેક પર પડદો પડી ગયો હતો. મધુકરના સ્વાર્થી પ્રેમનો પડદો?