સુરજ ને કંપનીમાં અઠવાડિયે એક વાર મંગળવારે રજા રહેતી પરંતુ એ દિવસે સેજલની શાળા ચાલૂ રહેતી, અને સેજલ ને રવિવારે રજા મળતી ત્યારે સૂરજ ની નોકરી ચાલૂ રહેતી. બંને સાથે જીવતા છતાં એક બીજા થી જાણે વેગળા રહેતા. અનિલ શાળામાં શિક્ષક તરીકે નવો આવ્યો હતો, સેજલે એને ઘણી મદદ કરી હતી, જાહેર રજાના એક દિવસે સેજલ પરિવાર સાથે અનિલ નું જમવાનું પણ પોતાના ઘરે જ બનાવે છે, સૌ રાત્રી ભોજન સાથે લે છે, એ દરમ્યાન સેજલને લોન્ગ નેક નાઈટ ગાઉન માં પહેલીવાર જોઈ અનિલ સંમોહિત થઈ જાય છે, વારંવાર ની સેજલને અર્ધખુલ્લાં ગળા અને છાતીના ઉભાર ઉપર સ્થિર થતી અનિલની