એંજલ ! - 4

(53)
  • 2.3k
  • 8
  • 1.1k

મનાલીની આંખમાં નવાઈ અને હરખ બંને હતા. ‘પણ શશાંક..? મળવા માટે એ ‘હા’ કહેશે ??’ બીજી જ ક્ષણે ઉઠેલો આ પ્રશ્ન એનો બધો હરખ હવામાં ઓગાળતો ગયો. શશાંકને મળવા માટે સંમત કરવો – એ હવે સૌથી કપરું કામ હતું. એનું દિમાગ વિચારોમાં ડૂબેલું હતું. “મળાવીશ ને ??” કિનારે અધીરાઈથી પુછ્યું. મનાલીના હોઠ કાંઈકેટલું કહેવા આતુર થઈ રહ્યા હતા પણ અસમંજસમાં એમ ને એમ ભીડાયેલા રહ્યાં. શશાંક એને મળવા રાજી નહિ થાય એ વાત અત્યારે કહેવી યોગ્ય હતી કે કેમ એ મૂંઝવણમાં પોતે સરકતી જતી હતી. “નેક્સ્ટ ફ્રાઈડે. મુરલીધર પાર્ટી પ્લોટ. સાંજે શાર્પ 7 વાગ્યે. પ્રણયને પણ સાથે લઈ આવજે. તમે