બંદૂરના ભડાકાથી ખાતરી થઈ કે ચાંચિયાઓ હજી ત્યાં છે. તેઓ પશુશાળા ઉપર નજર રાખે છે અને એક પછી એક બધાન માં નાખવા તૈયાર થયા છે. જંગલી જાનવરોના જેમ ચાંચિયાઓને ખતમ કરવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. પણ અત્યારે ખૂબ સાવધાન રહેવું પડે એમ હતું. કારણ કે બદમાશો ફાયદાકારક સ્થિતિમાં હતા. પોતે સંતાયેલા રહીને હાર્ડિંગ વગેરેને તેઓ જોઈ શકતા હતા. તેઓ ધારે ત્યારે એકાએક હુમલો કરી શકે એવી સ્થિતિમાં ન હતા.