પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 23

(78)
  • 11.8k
  • 7
  • 3.2k

રામધન આહીરના ખોરડે એક સાધુએ આવી ને ટહેલ નાખી - ‘‘બચ્ચા, તેરા કલ્યાણ હો. સાધુ પર કુછ દયા કર.’’ રામધને એની પત્નીને કહ્યું - ‘‘બારણે સાધુ પધાર્યા છે. એમને ભિક્ષા આપ.’’ એની પત્ની વાસણ માંજતી માંજતી આજે શું રાંધવું એની ચિંતા કરી રહી હતી. ઘરમાં અનાજનો એક દાણોય ન હતો.