પર્વતારોહણ - ભાગ 1

  • 6k
  • 3
  • 1.6k

કોલેજ નાં દ્વિતીય વર્ષ માં એક વાર પર્વતારોહણ માં જવાની તક મળી. ત્યારે હું ખૂબ શરમાળ અને અંતર્મુખી સ્વભાવ ની હતી. એટલે આવા કોઈ પ્રવાસ આયોજન માં જતા પણ અચકાતી. પણ નાનપણ થી પ્રકૃતિ નાં ખોળા માં ખૂંદવું ખૂબ ગમતું. સાહસિક ઇવેન્ટ્સ માં પણ થોડો રસ ખરો. ને જામનગર થી અમે 7 જ છોકરીઓ એ આબુ જવાનું હતું. મારી ખાસ મિત્ર પણ સાથે હતી અને ત્યાં તો આખી મહિલા ટીમ હતી એટલે એક જ વાર માં મેં હા પાડી દીધી. ઘણાં વર્ષો થઇ ગયા એટલે આખી ટુર તો યાદ નથી. પણ ટુર નાં થોડાંક રોમાંચક અનુભવો અને એમાં થી મળેલી