હું પોતાને જાણવા મથું છુ પછી કમાવા મથું છુ પછી જીવવા મથું છુ પોતાને જ પુછુ છુ હું શું કરવા મથું છુ. જીવન માં દરેક વ્યક્તિની હોડી એક એવા સમય માં એવા વમળ માં ફસાઈ છે જ્યાંથી નીકળવું તેને અશક્ય લાગે,જ્યાંથી કઈ દિશામાં જવું તે તેને ના સમજાય,આવો સમય દરેક ને આવે છે.આ વ્યથાનો સમય ખૂબ જ મુશ્કેલી ભર્યો હોય છે તેમાં કોઈ શંકા નથી.ઘણા આ સમય માં નાસીપાસ થઈ હાર સ્વીકારી લે છે અને ઘણા રસ્તો મંઝિલ મેળવવા માટે સપનાઓ સાથે કોઈ પણ એક દિશામાં હલેસાઓ મારવાનું ચાલુ રાખે છે.તમને આગળ કંઈજ નથી દેખાતું કે કયા મંઝિલ છે,ક્યાં અંત