અંગારપથ - ૪

(320)
  • 12.9k
  • 14
  • 8.5k

અંગારપથ ભાગ-૪ હુમલાખોરનાં મોતિયા મરી ગયાં. તે બે ડગલાં પાછળ હટયો. એ દરમ્યાન કાઉન્ટર પાસે ઉભેલો બીજો યુવક અભિમન્યુ તરફ ધસી આવ્યો હતો અને તેણે ઓચિંતો જ હુમલો કરી દીધો. તેણે પોતાનાં હાથમાં પકડેલી બંદૂકને ઉંધી કરી તેનો કૂંદો અભિમન્યુનાં માથા ઉપર ફટકાર્યો. પણ અભિમન્યુ અસાવધ નહોતો, તેણે એ વાર ચૂકાવ્યો અને હુમલાખોર પાસેથી છિનવેલી લાંબા નળાની બંદૂકનું બટ એ યુવકનાં પેટમાં જોરથી માર્યું. પેલો બેવડ વળી ગયો. વાર એટલો જોરદાર હતો કે તેનાં હાથમાંથી બંદૂક છટકીને ફર્શ ઉપર પડી ગઇ. અભિમન્યુએ પગની ઠોકર મારી એ બંદૂકને દૂર હડસેલી દીધી. “ બેવકૂફ... ઉભો છે શું...? માર સાલાને...! ?