એંજલ ! - 2

(55)
  • 2.2k
  • 2
  • 1k

કોલેજનો એ છેલ્લો દિવસ હતો. ડી. એમ. કોલેજના વિશાળ ગ્રાઉન્ડમાં આ વર્ષના થર્ડ યર સ્ટુડન્ટ્સ માટે ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એમ ત્રણેય ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પોતપોતાના મિત્રો સાથે ડી.જે.ના તાલ સાથે મન મૂકીને ઝૂમી રહ્યા હતા. અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ ને કારણે સ્પીકરોમાંથી નીકળતો અવાજ દરેકના પગને થીરકવા મજબૂર કરી રહ્યો હતો. ‘આ ક્ષણ જિંદગીની છેલ્લી ક્ષણ છે’ એમ માની યુવાહૈયાઓ એને જીવી લેવાના મૂડમાં હતા. તો વળી કેટલાક હાથમાં શરબતના ગ્લાસ લઈ ઘોંઘાટથી થોડે દૂર, શાંત વાતાવરણમાં અલક મલકની વાતોમાં વ્યસ્ત હતા. શશાંક હાથમાં શરબતનો ગ્લાસ પકડી, એના ક્લાસના મિત્રો સાથે વાતોમાં વ્યસ્ત હોવાનો ડોળ કરી