અંગારપથ ભાગ-૩

(375)
  • 13.1k
  • 9
  • 10.5k

અંગારપથ ભાગ-૩ બસ... એક જ હરકત અને આ દુનિયાનાં તમામ દુઃખ દર્દોમાંથી તેને મુક્તિ મળી જવાની હતી. છેલ્લી વાર આંખો ખોલીને સામે કબાટમાં લટકતાં પોતાનાં આર્મી યુનિફોર્મને જોઇ લીધો. યુનિફોર્મની છાતી ઉપર લાગેલાં પોતાનાં જ નામનાં બેચમાં નામ વાંચ્યું... “ મેજર, અભિમન્યુ સૂર્યવંશી. “ તેની આંખોમાં આંસુ ઉભરાઇ આવ્યાં. દેશની રક્ષા કાજે તેણે સૈન્ય જોઇન કર્યું હતું. યુનિફોર્મ જોઇને તેની છાતીમાં એકાએક ગર્વ ઉભરાયો અને રિવોલ્વર મોઢામાં હતી છતાં હાથ ઉંચો કરીને યુનિફોર્મને સૈલ્યૂટ ઠપકારી. એ ઘણી ભાવુક ક્ષણ હતી, પણ હવે તે ઢીલો પડવા નહોતો માંગતો. ફરીથી આંખો બંધ કરી અને અપાર હિંમત જૂટાવતાં ટ્રિગર ઉપર જમણાં હાથનો