બાય મિસ્ટેક લવ-ભાગ 1

(67)
  • 4.9k
  • 10
  • 2.7k

કેમ છો વાંચકમિત્રો!!હું જય ધારૈયા!! તમને લોકોને આ સ્ટોરી પસંદ આવશે તેવી હું આશા રાખું છું.કોઈ લવ સ્ટોરી મેં પહેલી વાર લખી છે એટલે જો કોઈ ભૂલ જણાય તો મને જરૂર થી અભિપ્રાય આપજો અને સારી લાગે સ્ટોરી તો પણ અભિપ્રાય આપજો.. તમારો અભિપ્રાય મારી માટે અમૂલ્ય રહેશે..(ભાગ-1 શરૂ)"બેટા તારી મહેનત રંગ લાવી,તારો નંબર પહેલાં જ રાઉન્ડમાં તારી મનગમતી J.D યુનિવર્સિટીમાં લાગી ગયો છે"પપ્પા એ વિકાસને કહ્યું."થેન્ક યુ સો મચ પપ્પા મને ખુશી એ વાતની નથી કે મારી મનગમતી યુનિવર્સિટીમાં મારો નંબર લાગી ગયો પણ હું તમારા પરસેવાની કિંમત ચૂકવી શક્યો તેની માટે હું ખૂબ ખુશ છું પપ્પા" વિકાસે ખુશ