પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 16

(17)
  • 7.2k
  • 2
  • 2.1k

લૈલા કોણ હતી, ક્યાંથી આવી હતી અને શું કરતી હતી તેની કોઇને કશી ખબર ન હતી. એક દિવસ લોકોએ એક અનુપમ સૌંદર્યને તેહરાનના ચૌટામાં ચક ઉપર હાફિઝની ગઝલ ઝૂમી ઝૂમીને ગાતાં જોયું - ‘‘રસાદ મુજરા કિ ઐયામે ગમ ન ખ્વાવહા માંદ ચૂના ન ર્માંદ, ચૂની નીજહમ ન ખ્વાહદ ર્માંદ.’’ એ લૈલા હતી. સમગ્ર તેહરાન એના પર ફીદા હતું. ઉષાની પ્રફુલ્લ લાલિમા જેવું એનું સૌંદર્ય હતું. બુલબુલના ટહુંકા જેવો મીઠો એનો કંઠ હતો. લૈલા...લૈલા કાવ્ય, સંગીત. સૌરભ અને સુષ્માની એક મનોરમ પ્રતિમા હતી. એ પ્રતિમા સામે ગરીબ અમીર અને નાના મોટાનાં મસ્તક ઝૂકી જતાં હતાં.