ફાગણ નો ફોરમ આયો...!

  • 1.7k
  • 4
  • 661

ફાગણનો ફોરમ આયો....! પુત્ર પ્રાપ્તિ માટે આમ તો રાંદલ તેડવાનો રીવાજ. પણ પુત્ર પ્રાપ્ત થાય, મોટો થાય પછી એવી ફાંફ ચઢાવે કે, રાંદલમાને પાછાં તેડવાનું મન થાય, કે લો મા આ આપનો એવોર્ડ રીટર્ન...! એવી ખીજ ચઢે કે હોળી વખતે હોલિકાબેન મળે તો એના ખોળે જ બેસાડી દઉં..! જો કે, એવું તો કોઈ નરાધમ પણ નહિ કરે, પણ આ તો એક ત્રાસ-વાત. માણસ કેટલું સહન કરે યાર..? રાંદલમાને પણ પૂછવાનું મન થાય કે, આવાં ધાંધલિયાને મોકલવા માટે આપને મારું જ સરનામું મળ્યું કે..? ઉપાડ વગરનો ‘વધેલો-ઘટેલો’ સ્ટોક મારે ત્યાં જ ઠાલવ્યો ને ..? હરામ બરાબર જો સખણા બેસતા