કોઝી કોર્નર ભાગ 3

(61)
  • 5k
  • 3
  • 3.1k

       કોઝી કોર્નર        પ્રકરણ 4.  હું અને પરેશ લોબીના છેડે કટાયેલા એ દરવાજાના કાણામાંથી બહારનું દ્રશ્ય જોઈને ધ્રુજી ઉઠ્યા. જ્યાં નહાવાના નળ હતા એની પાછળના અવાવરું ભાગમાં ચાર પાંચ જણ હતા એ અમે જોઈ શક્યા કારણ કે એક બે જણના હાથમાં ટોર્ચ હતી.જેના અજવાળે બે જણ ખાડો ખોદી રહ્યા હતા. પેલો કદાવર જણ છત્રી નીચે ઉભેલા એક વ્યક્તિ જોડે વાત કરતો હતો અને એ વ્યક્તિ ઘ.મુ. સર હતા ! એ લોકો શુ વાત કરે છે એ અમને વરસાદને કારણે સ્પષ્ટ સમજાતું નહોતું. પણ ઘમુ સર એ કદાવર માણસને ખખડાવી રહ્યા હતા એ અમે સમજ્યા હતા. મેં પરેશનો