નાતરું-૩એક દિવસ રિશેષના વખતે દીપક એના ભેરૂ ભેગો રમતો હતો. એવામાં એક અજાણી સ્ત્રી એના તરફ આવતી દેખાઈ. દીપકે ઓળખવા કોશિશ કરી. દાદીએ વર્ણવેલી જ સ્ત્રી સમી લાગી. દીપકે સીધા જ પોબારા ગણ્યા, ઘર ભણી. ગભરામણથી હાંફળો ફાંફળો થઈને એણે દોટ મૂકી. 'ફટ રે ભૂંડી ડાકણ....!' દાદીના મુખે આવું સાંભળીને દીપકને ખાતરી થઈ કે આંગણે ઊભેલી એ એના પિતાની હત્યારી જ છે. પારાવાર ગુસ્સો ઉપડ્યો. ઊભી ને ઊભી ચીરી નાખવાને મન થયું. કિન્તું કશું કરી શક્યો નહી. હજું બાળક હતો. નિ:સહાય હતો. કંઈક કરવાને એનામાં હિંમત જ ક્યાં હતી! સગા બાપને મોતને ઘાટ ઉતારનારને ક્યો પુત્ર માફ