પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 3

(41)
  • 5.5k
  • 1
  • 2.8k

રાત્રે ‘‘ભક્તમાળા’’ વાંચતાં વાંચતાં કોણ જાણે ક્યારેય ઊંઘ આવી ગઇ. કેવા કેવા મહાત્મા હાતા એ! એમને માટે ભગવત પ્રેમ સર્વસ્વ હતો. આવી ભક્તિ તો ભારે તપ કરવાથી જ પ્રાપ્ત થાય. શું હું એવું તપ કરી ના શકું? અને આ જીવનમાં હવે એવું કયું સુખ બચ્યું છે? મને હવે ઘરેણાં પ્રત્યે વિરક્તિ જાગી છે. ધનદોલતનું નામ સાંભળતાં જ મારે શરીરે બળતરા થાય છે. સુશીલાએ હજુ તો કાલે જ કેટલા ઉલ્લાસથી મને શણગારી હતી, મારા ચોટલે ફૂલ ગૂંથતાં કેટલી હરખાતી હતી એ? મેં ઘણીય ના પાડી પણ એ તો માની જ નહીં. આખરે મને બીક હતી એમ જ થયું.