“આનો અર્થ શો?” ખલાસી બોલ્યો. “આયર્ટને શીશો દરિયામાં ફેંક્યો નથી. તો પછી કોણ ફેંક્યો?” “એ એક રહસ્ય છે!” હાર્ડિંગે જવાબ આપ્યો. હાર્ડિંગ આ વાતને લંબાવવા માગતો ન હતો. બીજે દિવસે 21મી ડિસેમ્બરે બધા સરોવરના ઉચ્ચ પ્રદેશમાં ભેગા થયા. આયર્ટન તેના મકાનમાં હતો. હર્બર્ટ, પેનક્રોફ્ટ અને નેબ પોતપોતાના કામે લાગી ગયા હતા, હાર્ડિંગે અને સ્પિલેટને કંઈ કામ પ્રસંગે ગુફામાં જવું પડ્યુ. ગુફામાં તેમની વચ્ચે આ વિષય ઉપર વાતચીત થઈ.