આ છેલ્લા શબ્દો બધાના અનુમાનને સાચું પાડતા હતા. આ માણસનો ભૂતકાળ વેદનાથી ભરેલો હતો. તેણે તેના ગુનાની પૂરતી સજા ખમી હતી પણ તેનો આત્મા હજી તેને માફ નહોતો કરતો. એ પાપી માણસ અફસોસ કરતો હતો. પસ્તાવાથી શેકાતો હતો. નવા મિત્રો તેને પોતાની સાથે ભેળવવા ઈચ્છતા હતા પણ તે પોતાની જાતને લાયક ગણતો ન હતો. આ માણસો પ્રામાણિક હતા. જ્યારે પોતે દુરાચારી હતો.