ભેદી ટાપુ - ખંડ બીજો - 16

(109.2k)
  • 12.3k
  • 18
  • 7.5k

હા! તે દુર્ભાગી માણસ રડતો હતો. કોઈક સ્મરણોએ તેને રડાવ્યો હતો. એ આંસુથી તે ફરીવાર માણસ બન્યો હતો. બધાએ તેને થોડીવાર એકલો રહેવા દીધો. બધા તેનાથી થોડા દૂર જઈ ઊભા રહ્યા. એથી કંઈ ફાયદો ન થયો. હાર્ડિંગ તેને ગ્રેનાઈટ હાઉસમાં પાછો લાવ્યો, બે દિવસ આગંતુક બધાની સાથે ભળવા લાગ્યો. તે સાંભળતો હતો અને સમજતો હતો પણ ન બોલવાનો તેણે વિચિત્ર નિર્ણય કર્યો હતો. એક સાંજે પેનક્રોફ્ટે તેના ઓરડામાંથી નીચેના શબ્દો સાંભળ્યાં.