બેઈમાન - 8

(244)
  • 10.3k
  • 12
  • 6.4k

ઇન્સ્પેક્ટર વામનરાવ પોતાની ઓફિસમાં બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો. ‘નમસ્તે સાહેબ...’ અચાનક બારણાં પાસેથી અવાજ આવ્યો. વામનરાવે ફાઈલમાંથી માથું ઉચું કરીને જોયું તો બારણાં પાસે આશરે પચાસેક વર્ષની ઉંમરનો એક આધેડ ઉભો હતો. વામનરાવ આગંતુકને સારી રીતે ઓળખતો હતો. એનું નામ ભજનલાલ હતું. અને તે પોલીસનો બાતમીદાર હતો. પોલીસને ઉપયોગી નીવડે એવી કોઈ બાતમી મળે ત્યારે તે પોલીસ હેડકવાર્ટરે પહોચી જતો. એને વામનરાવ સિવાય બીજા કોઈ પર ભરોસો નહોતો. એટલે મોટે ભાગે તે એને જ બાતમી આપતો હતો. વામનરાવ ગેરહાજર હોય તો જ બીજા ઓફિસરો પાસે જતો. બાતમી આપવાના બદલામાં તેને યોગ્ય વળતર પણ પોલીસખાતા તરફથી ચૂકવવામાં આવતું હતું.