ભેદી ટાપુ - ખંડ બીજો - 14

(252)
  • 10.8k
  • 18
  • 6.5k

પેનક્રોફ્ટ, હર્બર્ટ અને સ્પિલેટ અંધારામાં ઊભા રહ્યાં. પેનક્રોફ્ટે જોરથી બૂમ પાડી. કંઈ જવાબ ન મળ્યો. ખલાસીએ એક ડાળી સળગાવીને પ્રકાશ કર્યો. આખો ઓરડો તદ્દન ખાલી હતો. પાછળના ભાગમાં તાપણું સળગાવવાની જગ્યા હતી. ત્યાં થોડાં લાકડાં અને ઘાસ પડ્યું હતું. પેનક્રોફ્ટે સળગતી ડાળી એના ઉપર નાખી. લાકડાં સળગ્યાં અને ઓરડો પ્રકાશિત થયો.