ચીસ-5

(209)
  • 13.2k
  • 9
  • 7.7k

(પાછળના ભાગમાં આપણે જોયું કે ચાર ઓળાઓ મધ્ય રાત્રીના સન્નાટા વચ્ચે એક બોરી મા ગોરી અંગ્રેજ મહિલાને બદઇરાદે હવેલીમાં ઉઠાવી લાવે છે હવે આગળ) બસ યહી વો હાદસા હૈ જીસકી વજહ સે હવેલીમે બરસો તક કેદ રહી આત્માએ મુક્ત હુઈ હૈ..! મૌલાના અસબાબ રાંદેરીએ આઇના પરનુ ધુમ્મસ જોઈ અનુમાન લગાવ્યુ.કાજી સાહેબને હજુય વિશ્વાસ નહોતો થતો. અરિસામાં છવાઈ ગયેલુ ધુમ્મસ ઠરી ઠામ થાયને કંઈક જોવા મળી જાય એવી પ્રબળ ઈચ્છાને આધિન એકધારી મીટ આઈના પર માંડી બેઠા હતા.હવેલીની જે જગ્યા પર તેઓ ખોડાઈ ગયા હતા. ત્યાંથી ટૂકડામાં દેખાતા આકાશની કાળીડિબોંગ ઘનઘોરતામાં ડોકીયુ કરી બેઠેલો ચંદ્રમા અંધકારને નાથવા જાણે ખુલ્લેઆમ