બેઈમાન - 5

(3.7k)
  • 13.1k
  • 17
  • 8.3k

લેડી વિલાસરાય રોડ પર આવેલો પ્રમોદ કલ્યાણીનો બંગલો ખૂબ જ સુંદર અને આધુનિક હતો. દિલીપે બંગલામાં પહોંચીને ડોરબેલ દબાવી. અંદર ક્યાંક ડોરબેલનો મધુર અવાજ ગુંજ્યો. બહાર ઉભેલા દિલીપ તથા શાંતા પણ એ અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શક્યા હતા. થોડી પળો બાદ આશરે ત્રીસેક વર્ષની વય ધરાવતી એક સાધારણ દેખાવની સ્થૂળકાય સ્ત્રીએ બારણું ઉગાડ્યું. ‘બોલો...!’ એણે દિલીપ તથા શાંતા સામે જોતા રુક્ષ અવાજે કહ્યું.