અજૂગતો પ્રેમ 3

(18)
  • 6.2k
  • 1
  • 1.7k

સવારના લગભગ સાત વાગ્યા હતા. બહાર પક્ષીઓ નો કલબલાટ થતો હતો. મસ્ત થોડી થોડી ઠંડી હતી, સવાર નો કોમળ તડકો જામ્યો હતો. સૌથી ઉપર અગાસી માં કબૂતર આવ્યા હતા, અને નજીક રવિ ટેબલ પર બેસી અને તેને દાણા નાખી રહ્યો હતો. વાતાવરણ માં અનોખી શાંતિ હતી, વચ્ચે શાંતિ ભંગ થતી હોય તેમ અવાજ આવ્યો "આવી કોની પસંદ હોય, કબૂતર" પાર્થ પાછળથી બોલ્યો, "કેમ, મારી પસંદ નાપસંદ થી તને તકલીફ છે?" "ના ભાઈ મને શું તકલીફ હોય, કોઈ ને મોર ગમે કોઈ ને પોપટ ગમે કોયલ, કે ગીધ પણ સમજાય પણ કબૂતર, પસંદ તો તારી જ" "મોર ને દાણા નાખ તો